શ્રી સોરઠિયા પ્રજાપતિ વિકાસ મંડળ - અમદાવાદ | દક્ષ પ્રજાપતિના સંતાનો
15598
page-template-default,page,page-id-15598,ajax_fade,page_not_loaded,,qode-title-hidden,qode-theme-ver-14.3,qode-theme-bridge,wpb-js-composer js-comp-ver-5.4.7,vc_responsive

દક્ષ પ્રજાપતિના સંતાનો

એક્વાર દક્ષ પ્રજાપતિએ પોતાના ઘર આંગણે મહાયજ્ઞનુ આયોજન કર્યુ. આ મહાયજ્ઞમા ઋષિમુનિઓ ,બ્રાહ્મણો , દેવતઓ ઇંદ્ર, બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનને નિમંત્રણ આપી યથા યોગ્ય આસન આપવામા આવ્યુ હતુ. દક્ષ પ્રજાપતિએ પોતાના જમાઇ શંકર ભગવાનને આ મહાયજ્ઞ મા ભાગ લેવા માટે કોઇ નિમંત્રણ મોકલ્યુ નહિ તેમજ દેવતઓની સાથે કોઇ આસન પણ આપ્યુ નહિ.

પોતાના પિતાના ઘરે મહાન ધાર્મિક ઉત્સવ સમો મહાયજ્ઞ હોય અને પોતે ત્યા જઇ ન શકે તો દિકરી જમાઇ વગરનો પ્રસંગ ઉણો લાગે તેવુ માં ભગવતી પાર્વતીજી માતાને લાગ્યુ હ્દયની વાત દેવાધિદેવ મહાદેવને કરી પિતાજીને ત્યાં જવા માટે દિકરી જમાઇને આમંત્રણની શી જરુર હોય શકે ? એવી દલીલ કરી દક્ષ પ્રજાપતિને ત્યાં મહાયજ્ઞમાં જવા શિવજીને સમજાવવા લાગ્યા પરંતું નિમંત્રણ વગર શિવજી કાઇ રીતે જઇ શકે ?

મહાદેવિના હઠાગ્રહથી પ્રસન્ન થઇ ભગવાન શંકરે પાર્વતીજીને દક્ષ પ્રજાપતિને ત્યાં મહાયજ્ઞમાં નંદી સાથે જવા મંજુરી આપી.

દક્ષ પ્રજાપતિને ત્યાં મહાયજ્ઞમાં ભારે ઉત્સવમય વાતાવરણ વચ્ચે દરેક દેવતાઓ માટે યોગ્ય આસન હતું પરંતું મહાદેવ શંકર માટે કોઇ આસન રખવામાં આવ્યું ન હતું પાર્વતીએ જ્યારે આ જોયું ત્યારે દુખ થયું માતા પિતા પાસે જૈ મહાદેવના સ્થાન અંગે કહ્યું પરંતું ભગવતી મહાદેવીની પણ ઉપેક્ષા કરવામાં આવી રહી હતી.

ભગવતી માતા પાર્વતીજી પોતાના માતા-પિતાને સમજાવવા પ્રયાસ કરે છે, શિવજીની હજરી વગરનો મહાયજ્ઞ અધુરો જ ગણાશે એવી દલીલ્ની દક્ષ પ્રજાપતિ ઉપર કોઇ અસર થૈ નહિ એટ્લુજ નહી દક્સ પ્રજપતિ વિવેક ગુમાવી બેસે છે અને શિવજીની નિંદા કરવા લાગે છે.

પોતાના પતિ અને દેવાધિદેવ મહાદેવ્ની જાહેરમાં થતી નિંદા પાર્વતીજી સહન કરી શક્તા નથી અને તેઓ મહાયજ્ઞ અગ્નિ કુંન્ડ્માં પ્રવેશી પોતાની આહુતિ આપી દે છે.

શિવજીની અતિ નિંદા અને સતિ પાર્વતીજીએ આપેલી આહેતિથી શિવજીનો નંદી વ્યગ્ર બની દક્ષ પ્રજાપતિને શ્રાપ આપે છે, ” હે દક્ષ પ્રજાપતિ …..! તું તારા મિથ્યા  જ્ઞાનને કારણે અભિમાનમાં ગરકાવ થયો છે તે શિવજીની નિંદા કરિ છે તે બદલ તું બ્રાહ્મણ ઉંચ્ચ જન્મ્યો હોવા છતા પણ કલીયુગમાં બ્રાહ્મણો ગણાશે નહિ અને સમાજની નિંદા તુચ્છાકારના અધિકારી બનશો.”

મહાયજ્ઞમાં જે કાઇ બન્યું તેની જાણ ભગવાન શિવજીને થતાંજ તેમણે પોતાના પ્રતાપી ગણ વિરભદ્રને મોકલ્યો. દક્ષ પ્રજાપતિના મહાયજ્ઞનું વિરભદ્ર દ્વારા ખંદન કર્યું અને નાશ કર્યો.

આમ આપણે દક્ષ પ્રજાપતિના સંતાન હોવા છતાં અર્વાચિન કાળમાં આપણાં સમાજને તુચ્છ્કાર્ની દ્રષ્ટિથી જોવાય છે. પ્રજાપતી સમાજ ઉંચ્ચ આદર્શવાદી, પવિત્ર અને પરોપકારી હોવા છતાં નંદિના શ્રાપથી બ્રહ્માના પુત્રો આપણે બ્રહ્મણ હોવા છતાં કુમ્ભાર ( પ્રજાપતિ ) ગણાઇએ છીએ. પ્રજાપતિ જ્ઞાતિના ઉપરોક્ત દ્રષ્ટાંતો પુરાણ કથાઓમાં દ્રષ્ટિ ગોચર થતાં હોવાના અનેક ઉલ્લેખો છે.

પુરાણોમાં એક એવી પણ માન્યતા છે કે બ્રહ્મા જે રીતે પંચ તત્વથી માંનવી બનાવે છે તે રીતે દક્ષ પ્રજાપતિના વંશજો પણ (1) માટી (2) પાણી  (3) પ્રકાશ  (4) હવા  (5)  અગ્નિથી માટીનો કુમ્ભ બનાવ્યો, કુમ્ભએ પવિત્રતાનું  પ્રતિક ગણાય છે. અને કુમ્ભ બનાવનાર ” કુમ્ભકાર ” કહેવાય જે કાળેક્રમે કુમ્ભાર તરીકે સમાજ્માં ઓળખાવા લાગ્યા.

દ્વાપર યુગમાં પાંડવોએ પ્રજાપતિઓને ત્યાં ઉતારો કર્યો હતો ત્યારથી આજ દીન સુધી હિંદુ સમાજ્ની ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ બ્રાહ્મણો, વાણીયા, ક્ષત્રિયો, સાધુ સન્યાસીઓ વગેરે પ્રજાપતિઓના ઘરે રહેતા-જમતા અને એ રીતે પ્રજાપતિના ઘરને પવિત્ર માંવામાં આવ્યું હતું.