શ્રી સોરઠિયા પ્રજાપતિ વિકાસ મંડળ - અમદાવાદ | સંસ્થા વિષે
15531
page-template-default,page,page-id-15531,ajax_fade,page_not_loaded,,qode-title-hidden,qode-theme-ver-14.3,qode-theme-bridge,wpb-js-composer js-comp-ver-5.4.7,vc_responsive

સંસ્થાની તવારીખ ઝાંખી

તા. ૧૪-૦૧-૧૯૮૨ ની મિટિંગમાં થોડા ભાઈઓ મળ્યા. જેમાં જ્ઞાતિ માટે ટ્રસ્ટ બનાવવું તેવો વિચાર રજુ થયો.

તા. ૦૪-૦૪-૧૯૮૨ ના શ્રી રવજીભાઈ ફટાનીયા ને ત્યાં જ્ઞાતિ આગેવાનો, કાર્યકરોની મિટિંગમાં કારોબારી સમિતિની રચના, બંધારણ ઘડવાની કાર્યવાહી કરવામાં આવી. સંસ્થા માટે અંદાજે રૂ. એક લાખના દાનની જ્ઞાતિજનો દ્વારા જાહેરાત થઇ.

તા. ૧૧-૦૪-૧૯૮૨ ટ્રસ્ટનું બંધારણ જે શ્રી ત્રિકમભાઇ ભુરાભાઇ ભલસોડ (એડિશનલ કલેકટર શ્રી) એ તૈયાર કરી આપેલ તે ચર્ચા વિચારણા ના અંતે મંજુર કરવામાં આવ્યું. ટ્રસ્ટ ને રેજિસ્ટર કરાવવા તેમજ સંસ્થાના ઉદ્દેશો ને અનુસાર જમીન મકાન વગેરે માટે આયોજનની રૂપરેખા તૈયાર કરી.

તા. ૨૫-૦૩-૧૯૮૪ સંસ્થાનું જનરલ સંસ્થા પોતાનું મકાન સરસપુર, અમદાવાદ માં મળ્યું. તે વખતે ત્રણ મકાન સંસ્થાએ ખરીદ કરેલા હતા.

તા. ૧૫-૦૮-૧૯૮૪ સંસ્થાના મકાનનું ઉદ્ધાટન વિધિવત રીતે શ્રી કરશનભાઇ અરજનભાઇ દેવળીયા તથા શ્રી જેરામભાઈ મનજીભાઇ ગોહેલના શુભ હસ્તે રૂ. ૧૮,૦૦૦ ની ઉછામણીથી કરવામાં આવ્યું. તે જ દિવસ થી વિધાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવ્યો.

તા.૩૦-૧૧-૧૯૮૫ જનરલ સભામાં નવી કારોબારી સમિતિ ની રચના કરવામાં આવી. લગ્ન પ્રસંગે અને અન્ય પ્રસંગે વાડીના નિયમોને મંજૂરી આપી.

તા. ૧૫-૦૧-૧૯૮૬ સંસ્થાએ અન્ય બે રૂમો ખરીદી તેના દસ્તાવેજ કર્યા. સંસ્થાનો અહેવાલ પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું.

તા. ૦૧-૦૭-૧૯૯૦ શ્રી હરજીભાઇ રાણાભાઇ પાણખાણિયા (યુ.કે.) થી ``શ્રી હરસિધ્ધિ ભવન`` નામાધિકરણ ની ઓફર રૂ. ૧,૦૧,૦૦૦ ની આપી, જે સ્વીકારાવમાં આવી.

તા. ૨૧-૧૦-૧૯૯૦ જનરલ સભા - સંસ્થાની અનેકવિધ યોજના માટે સરસપુરની જગ્યા નાની પડતી હોઇ નવી જગ્યા નરોડા-નારોલ હાઈવે પર એક પ્લોટ રૂ. ૪,૦૫,૦૦૦ ખરીદવા સમંતિ આપવામાં આવી.જેના પર હાલ ઇમારત ઉભી છે.આ જમીન વ્યાજબી ભાવે મેળવવા માટે સંસ્થાને શ્રી અનંતભાઈ ચાવડા, શ્રી રવજીભાઈ વરુ તથા અન્ય ભાઈઓ મદદ કરી છે.

તા. ૨૬-૦૫-૧૯૯૧ સંસ્થાના નવા પ્લોટ પર ખાતમુર્હત ભૂમિપૂજન શ્રી ગોરધનભાઈ હરજીભાઇ માવદીયા તથા તેમના ધર્મપત્ની અ.સૌ. જયાબેન ગોરધનભાઈ માવદીયા - સુરતના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું. સમારંભમાં વડીલ જ્ઞાતિજન શ્રી અરજનભાઇ ભીમાભાઇ વાઢેર અમદાવાદ તરફથી સૌ પ્રથમ વાર પાયાના બાંધકામ માટે દાન મળેલ છે. બાંધકામની દેખરેખ રાખવા માટે બાંધકામ સમિતિની રચના કરવામાં આવી. શ્રી ગોરધનભાઈ હરજીભાઇ માવદીયા તરફથી મિટિંગ હોલ માટે રૂ. ૧,૫૧,૦૦૦ દાનની જાહેરાત કરવામાં આવી. તેમજ પાંચ રૂમો દાનોની જાહેરાત થઇ.

તા. ૦૬-૧૦-૧૯૯૧ શ્રી જીવનભાઈ વારા યુ.કે. ના પ્રવાસે ગયા ત્યારે સંસ્થાને નવ રૂમના દાન મેળવવા માટે તેમજ શ્રી હરજીભાઇ પાણખાણિયાના પ્રયાસોને સંસ્થાએ અભિનંદન આપે છે.

તા.૨૬-૧૨-૧૯૯૧ ની મિટિંગમાં નામધિકરણ અંગે સંસ્થાને મળેલ ઓફર અન્વયે સરકયુલર કરી પ્રસિદ્ધ કરેલ. અન્ય પ્રસ્તાવ ન આવતા નામધિકરણ અંગે શ્રી હરજીભાઇ રાણાભાઇ પાણખાણિયાનો પ્રસ્તાવ રૂ. ૫,૦૦,૧૨૫/૨૫ નો મંજુર કરવામાં આવ્યો.

તા. ૦૨-૦૫-૧૯૯૨ દાતા શ્રી હરજીભાઇ પાણખાણિયાએ સંસ્થાની મુલાકાત લીધી. પ્રથમ સ્લેબ લેવલ સુધી કામ આવેલ હતું .અનેક યોજનાઓ ચાલુ કરવા ચર્ચા વિચારણાઓ થઇ.

તા. ૨૭-૦૭-૧૯૯૨ શ્રી દેવશીભાઇ લાલજીભાઈ પાણખાણિયા યુ.કે. તરફ થી ભૂમિદાનના રૂ. ૧,૦૦,૦૦૦ + ૧૦,૦૦૦ ટોયલેટ ની ઓફર મળી. તેમને તસ્વીરદાન પેટે રૂ. ૧૧,૦૦૦ પણ આપેલ છે. ભૂમિદાન તથા ડીપવેલ માટે શ્રી મુળજીભાઈ તથા વિનોદભાઈ દ્વારા તેમના પિતાશ્રી અરજનભાઇ માંડણભાઈ વારાના નામે રૂ. ૧,૨૫,૦૦૦ ની ઓફર મળી. તે બદલ ધન્યવાદ.

તા.૨૭-૧૦-૧૯૯૨ સ્નેહમિલન સમારંભ તથા જનરલ સભા - સંસ્થાની બાજુમાં મળતો પ્લોટ રૂ. ૪,૪૫,૦૦૦ માં ખરીદવાની મંજૂરી આપવામાં આવી. સદર પ્લોટ વ્યાજબી ભાવે તેના મૂળમાલિક હરદાસભાઇ પટેલ પાસેથી મેળવવા માટે ખોડિયાર ડેકોરેશનવાળા છગનભાઇ પટેલ, શ્રી રવજીભાઈ વરુ, શ્રી છગનભાઇ જોગિયા તથા જ્ઞાતિજનોના સહકાર બદલ આભાર.

તા. ૨૫-૧૨-૧૯૨ સંસ્થાના દાતા શ્રી ગોરધનભાઈ માવદીયા સુરત તરફથી માર્બલ ફ્લોરિગનું સૂચન કરવામાં આવ્યું. તે માટેનો મજૂરીનો ખર્ચ આપવાની ઓફર કરી, તે સ્વીકારવામાં આવી. ધન્યવાદ.

તા. ૨૧-૦૨-૧૯૯૩ સંસ્થાના રૂમોની ફાળવણી દાતાઓના નામે કરવામાં આવી. અને તે પ્રમાણે નામાવલી ની તકતીઓ લગાડવવી તેમ નક્કી કરવામાં આવ્યું.

તા. ૦૧-૦૪-૧૯૯૩ સંસ્થાના બાંધકામને પૂર્ણ કરવા માટે જ્ઞાતિજનો, કાર્યકરો, કારોબારી તથા અન્ય સમિતિના સભ્યો પાસેથી લોન લઇ કામ ઉદ્ધાટન પહેલા શક્ય હોય તે પ્રમાણે પૂરું કરવાનું નક્કી કરવામાં આવ્યું.

તા ૨૫-૦૪-૧૯૯૩ સંસ્થાનું ઉદ્ધાટન તથા નામાધિકારણ વિધિ

ઉદ્ધાટનવિધિ શ્રી હરજીભાઇ રાણાભાઇ પાણખાણિયા (યુ.કે.) ના વરદ્દ હસ્તે કરવામાં આવી. ઉદ્ધાટનવિધિ અંગે રૂ. ૧,૧૧,૧૧૧ ના દાનની જાહેરાત દાતા તરફ થી કરવામાં આવી.

નામાધિકરણ શ્રીમતી પ્રભાબેન હરજીભાઇ પાણખાણિયાના શુભ હસ્તે કરવામાં આવી.

દીપ પ્રગટાવી ગૃહપ્રવેશ તથા હવનવિધિમાં શ્રી હરજીભાઇ રાણાભાઇ, શ્રીમતી પ્રભાબેન હરજીભાઇ તેમના સુપુત્ર શ્રી પંકજભાઈ હરજીભાઇ, શ્રીમતી ભારતીબેન પંકજભાઈ દ્વારા સંપન્ન કરવામાં આવેલ.

યુ.કે થી શ્રી ગોરધનભાઈ રાજશીભાઈ ગાધેર તરફથી મેડિકલ ફંડમાં રૂ. ૫૧,૦૦૦ દાનની જાહેરાત થઇ. તેમજ શ્રી રામજીભાઈ માધવજીભાઈ ગઢવાણા યુ.કે. તરફ થી રૂ. ૧૫,૦૦૦ દાનની જાહેરાત કરવામાં આવી.અભિનંદન.

સમારંભના પ્રમુખ તરીકે શ્રી જીવનભાઈ ભુરાભાઇ વારાએ હાજરી રહી સંચાલન કરેલ.

તા. ૨૬-૦૯-૧૯૯૩ શુભ પ્રસંગે સંસ્થાનો ઉપયોગ કરવા અંગે નિયમો તૈયાર કરી વપરાશ માટે સુવિધાઓ અંગે નિર્યણ.

તા. ૧૫-૧૧-૧૯૯૩ સ્નેહમિલન સમારંભ, નામાધિકરણ અંગે શ્રી હરજીભાઇ અરજનભાઇ પાણખાણિયાનો પત્ર.

નામાધિકરણ એક પ્લોટના બાંધકામ પૂરતું છે. જેમાં હાલ ઇમારત ઉભી છે. બીજા પ્લોટના બાંધકામ માટે અલગ નામાધિકરણ ભવિષ્યમાં થશે. વિ બાબતે.

તા. ૬-૧૨-૧૯૯૪ ગાંધીનગર ખાતે સ્વ. શ્રી ભુરાભાઇ ભોજાભાઈ વારા ફેમિલી દ્વારા બક્ષીપંચમાં આપણી જ્ઞાતિ ને સમાવવા માટે વિશાળ સંમેલન મળ્યું. જેનું આયોજન શ્રી સોરઠીયા પ્રજાપતિ વિકાસ મંડળ, અમદાવાદ તથા ગાંધીનગર પ્રજાપતિ સમાજ દ્વારા કરવામાં આવેલ. બક્ષીપંચમાં આપણી જ્ઞાતિને સામેલ કરવા હાજર રહેલ મંત્રીશ્રીઓને અપીલ કરવામાં આવી તેમજ ગોકુલકૃષ્ન પંચ સમક્ષ પણ રજુઆત કરવી તેમ નક્કી કરવામાં આવ્યું.

તા. ૨૫-૦૭-૧૯૯૪ ના બક્ષીપંચમાં સમાવેશ કરવા અંગે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત થઇ. આ કાર્યમાં સહકાર બદલ શ્રી દલસુખભાઈ પ્રજાપતિ, શ્રી જીવનભાઈ વારા, ગુજરાત પ્રજાપતિ સંઘ, શ્રી સોરઠીયા પ્રજાપતિ વિકાસ મંડળ તથા અન્ય જ્ઞાતિમંડળો વગેરેના તેમજ અગાઉ અનેક જ્ઞાતિજનોએ કરેલ પ્રયાસોને દરેક ને અભિનંદન. આભાર.

તા ૧૧-૦૫-૧૯૯૫ સંસ્થાને આંગણે પ્રથમ સમૂહલગ્નોત્સવ જેમાં આઠ યુગલોએ ભાગ લીધો. દાતા શ્રી હરજીભાઇ પાણખાણિયા તથા શ્રી જીવનભાઈ વારા તથા અન્ય સર્વે દાતાઓએ આ યોજનામાં સક્રિય મદદ કરી તે બદલ આભાર.

સંસ્થા માં હાલ ગ્રાઉનડ ફ્લોર ઉપર મેરેજ હોલ તથા બે રૂમ, ટોયલેટ બ્લોક તથા કિચન વગેરે આવેલ છે. પ્રથમ માળે એક હોલ તથા ચાર રૂમ તથા કિચન ઉપર એક હોલ આવેલ છે. બીજા તથા ત્રીજા મળે આઠ-આઠ રૂમો આવેલ છે.આમ સંસ્થા માં ગ્રાઉન્ડ ફ્લોર હોલ ઉપરાંત હોલ તથા ૨૨ રૂમો અને ૨૦ ટોયલેટ છે.

સંસ્થામા જ્ઞાતિજનો તેમના શુભ પ્રશંગો સગાઇ, લગન વગેરે ખુબજ ઓછા દરે ઉજવણી કરે છે.

સંસ્થામાં ૨૦ વિધાર્થીઓ હાલ આપણી હોસ્ટેલ માં રહી અભ્યાસ કરે છે.જેમની પાસેથી ફક્ત લાઈટબિલ નો જ ચાર્જ લેવામાં આવે છે. આપણી સંસ્થા નો વધુમાં માં વધુ વિધાર્થીઓ લાભ લે તે માટે પ્રચાર કરવા વિનંતી છે.

સંસ્થાના ભંડોળ ને ધ્યાને લઇ મેડિકલ માં દવા,ઓપેરશન,બ્લડ મેળવવામાં વગેરે માં સહાય કરવામાં આવે છે.

બેસતા વર્ષેના દિવસે સ્નેહ મિલન સમારંભ યોજાય છે.ત્યારે જ્ઞાતિના તેજસ્વી તારલાઓ -વિધાર્થીઓ નું સન્માન કરવામાં આવે છે.તેમજ વિશિષ્ઠ કૌશલ મેળવેલ વિધાર્થીઓ ને મેડલો એનાયત કરવામાં આવે છે. તેમજ જ્ઞાતિના વિશિષ્ઠ યોગ્યતા મેળવેલ જ્ઞાતિજન ને “જ્ઞાતિરત્ન” થી સન્માન કરવામાં આવે છે.

સંસ્થામાં દર વર્ષે વસંતપંચમી ના દિવસે સમૂહ લગન રાખવામાં આવે છે. અત્યાર સુધી માં ૧૮ સમૂહ લગ્નોત્સવ થયેલા છે. જે અંગે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. સંસ્થા તરફ થી ૧૧ વસ્તુઓ તથા તમામ વિધિની સામ્રગી વગેરે પણ આપવામાં આવે છે. વધુમાં વધુ સમૂહ લગ્નોમાં શાંતિજનો જોડાય તેવી હાર્દિક અપીલ છે.

સમાજ ની વિધવા બહેનો ને મદદરૂપ થવા સેવા રાહત યોજના છે. જેમાં સંસ્થા ના ભંડોળ ને ધ્યાને લઇ માસિક સહાય કરવામાં આવે છે.

સંસ્થામાં નવરાત્રી,જન્માષ્ટમી તથા નૂતન વર્ષ ની ઉજવણી કરવામાં આવે છે.

આ સર્વે જ્ઞાતિજનો ના સાથ સહકાર થી તમામ પ્રવુતિઓ ચાલી રહી છે. સમય ની માંગ પ્રમાણે વધુ પ્રવુતિઓ શરુ કરવાનું સંસ્થા વિચારી રહી છે. આ શુભ કાર્યમાં આપ સર્વે તન-મન-ધન યથા યોગ્ય સહકાર આપશો તેવી હાર્દિક અપીલ છે.

|| દરેક સારું કાર્ય તેના આરંભ પૂર્વે અધરું જ હોય છે. ||