શ્રી સોરઠિયા પ્રજાપતિ વિકાસ મંડળ - અમદાવાદ | નિયમો
15649
page-template-default,page,page-id-15649,ajax_fade,page_not_loaded,,qode-title-hidden,qode-theme-ver-14.3,qode-theme-bridge,wpb-js-composer js-comp-ver-5.4.7,vc_responsive

વાડીના બુકિંગ નિયમો

બુકિંગ વખતે જેનો પ્રસંગ હોય તેની સંપૂર્ણ વિગત લખાવવી.બુકિંગ માં લખાવેલ નામ સિવાય બીજા કોઈ વાપરી શકાશે નહિ.

સંસ્થાના હોલ બુક કરાવતી વખતે ડિપોઝિટ ની પાકી પહોંચ મેળવી લેવી.

સંસ્થામાં લીધેલ વસ્તુઓ ગણી ને લેવી તથા પરત આપવી.વધધટ વખતે કિંમત ચુકવવાની રહશે.

સંસ્થાના હોલ નો કબજો બુકિંગ તારીખ ના આગલા દિવસે સાંજે ૫-૦૦ વાગે મળશે અને બુકિંગ તારીખ ની સાંજે ૪-૦૦ વાગે પરત સોંપવાનો છે.

આપના સરસામાન તથા વાહનો વ્યવસ્થિત મુકવા તેની સંપૂણ જવાબદારી વાડી બુક કરનાર ની રહશે.તે અંગે સંસ્થા જવાબદાર નથી.

વીજળી ચાર્જ યુનિટ દીઠ ૧૫-૦૦ લેવામાં આવશે.

કેફી પીણાં, માદક દ્રવ્યો અને ધ્રુમ્રપાન કરવાની મનાઈ છે.

સંસ્થાના કોઈ કર્મચારી સામે ફરિયાદ હોય તો તેની લેખિત જાણ સંસ્થા ની ઓફિસ માં કરવી.

બુકિંગ કર્યા પછી જો હોલ રદ્દ કરવામાં આવે તો કોઈપણ સંજોગો માં ડિપોઝીટ પરત મળશે નહિ.

ડિપોઝિટ રૂ. ૧૦૦૦ લેવામાં આવશે.

વાડી વાપરવા અંગેનો આખરી નિર્ણય સંસ્થા ના સંચાલક મંડળ કારોબારી સમિતિ કરશે. જે વાપરનાર ને બંધનકર્તા રહશે.

ઉપરોક્ત નિયમોમાં કારોબારી કમિટી ફેરફાર કરી શકશે.

જ્ઞાતિજનો ને રહેવા માટેના નિયમો

સંસ્થામાં અઠવાડિયું થી વધુ રહેવા માટે પ્રમુખશ્રી ની પરવાનગી લેવાની રહશે.

સંસ્થામાં રહેવા માટે કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. જ્ઞાતિજન ખુશીથી ખૂશીભેટ આપી શકે છે.

સંસ્થા ના વર્તમાન નિયમો નું ચુસ્તરીતે પાલન કરવું ફરજીયાત છે.

સંસ્થા તરફ થી પથારી પાગરણ ની વ્યવસ્થા કરેલ છે.

સંસ્થા ને નુકસાન થાય તેવી કોઈ પ્રવુતિ કરી શકાશે નહિ.

સંસ્થાની કોઈપણ ચીજવસ્તુ ને નુકસાન થશે તો તેની રકમ ભરપાઈ કરવાની રહશે.

વાડી વાપરવા અંગેનો આખરી નિર્ણય સંસ્થા ના સંચાલક મંડળ કારોબારી સમિતિ કરશે. જે વાપરનાર ને બંધનકર્તા રહશે.

વિધાર્થી માટેના નિયમો

ધોરણ ૧૦ અને ઉપરના અભ્યાસકર્મો માટે પ્રવેશ લાયકાત ના ધોરણે આપવામાં આવે છે.

સંસ્થા ના વર્તમાન નિયમો નું ચુસ્તરીતે પાલન કરવું ફરજીયાત છે.

હાલમાં ફક્ત રહેવાની વ્યવસ્થા છે.ભવિષ્યમાં જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

સંસ્થા ને નુકસાન થાય તેવી કોઈ પ્રવુતિ કરી શકાશે નહિ.

સંસ્થાની કોઈપણ ચીજવસ્તુ ને નુકસાન થશે તો તેની રકમ ભરપાઈ કરવાની રહશે.

વિધાર્થી પાસેથી ફક્ત વીજળી ખર્ચા પેટે માસિક રૂ. ૨૦૦ ચાર્જ લેવામાં આવે છે.

સંસ્થા ના નિયમો નું ચુસ્ત પાલન કરવાનું રહશે.વાલીએ સંસ્થા ને વિધાર્થી માટે લેખિત બાહેંધરી આપવાની રહશે.

સંસ્થા માં વિધાર્થી ને પ્રવેશ આપવો કે નહિ તેનો સંપૂર્ણ અધિકાર કારોબારી સમિતિ નો રહશે.